“ગ્લોબલ વોર્મિગ અને ગાંધીગીરી”

January 26th, 2010 by રાજની ટાંક

ગ્લોબલ વોર્મિગ સામે ગાંધીગીરીની વાત સાચી છે.”માલદિવ” નામનો એક નાનકડો ટાપુ ભારતની દક્ષીણ દિશામાં છે. ગ્લોબલ વોર્મિગથી સૌથી પ્રથમ પ્રભાવિત માલદિવ જ થાશે.
પૃથ્વીની આસપાસ ઓઝોનવાયુનુ સ્તર આવેલુ છે.જે સુર્યના પરજાંબલી કિરણોને સીધા પૃથ્વી પર આવતા રોકે છે.પારજાંબલી કિરણો ખુબ જ વિનાશક હોય છે. પૃથ્વી પર વધતા જતા પ્રદુષણને કારણે ઓઝોન વાયુના સ્તરમા એક નાનકડુ ગાબડુ પડેલુ છે. અને પૃથ્વી પરના પ્રદુષણને કારણે તે ગાબડુ દિવસે ને દિવસે મોટુ થાતુ જાઈ છે. જેને કારણે સુર્યના પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવે છે અને પૃથ્વીના તાપમાનમાં વધારો થાઈ છે..આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં “ગ્રિનહાઉસ ઈફેક્ટ” કહેવામા આવે છે.જે ઘટના તમે નીચેની તસવીરમાં જોઈ શકો છો.
‘ગ્રિનહાઉસ ઈફેક્ટ’ના કારણે પૃથ્વીનુ તાપમાન સતત વધતુ જાઈ છે. જેને કારણે ધ્રુવ પ્રદેશના બરફના મેદાનો અને પર્વતો પિગળી રહ્યા છે. એક વૈજ્ઞાનિક તારણ મુજબ ગ્લેશિયર(બરફના પર્વત) આશરે દર વર્ષે ૧૧ કિ.મી જેટલા પીગળે છે.અને તેનુ પાણી સમુદ્રમાં સમાઈ છે.જેના કારણે સમુદ્રના પાણીનુ સ્તર ઉંચુ આવે છે.આ ઘટનાને “ગ્લોબલ વોર્મિગ” કહેવામાં આવે છે.IPCC ના એક રીપોર્ટ મુજબ સમુદ્રની સપાટી દર વર્ષે આશરે ૦.૯૦ સેન્ટીમીટર જેટલી ઊંચી આવે છે.તેની અસર આજે ઘણા ટાપુ પર દેખાઈ રહી છે.ગ્લોબલ વોર્મિગ આજે બ્રેકિંગ ન્યુઝ બની ગયુ છે.જો સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયાના ન્યુયોર્ક,સીડની,લંડન,મુંબઈ જેવા મહાનગરો સમુદ્રમાં સમાઈ જાશે.વૈજ્ઞાનિક તારણૉ મુજબ સમુદ્રનુ સ્તર ૧ મીટર પણ ઊંચુ આવે તો દુનિયા નો ૧૦% ભાગ સમુદ્રમાં સમાઈ જાશે.

વધતા જતા પૃથ્વીના તાપમાનનો NASA દ્વારા સર્વે.નીચેની તસવીરમાં જોઈ શકાય છે.
ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર છે પર્યાવરણનો વિનાશ અને વધતુ જતુ પૃથ્વી પરનું પ્રદુષણ.
માલદિવ ૮૫ જેટલા નાના-મોટા ટાપુઓનો દેશ છે. ગ્લોબલ વોર્મિગના કારણે સૌ પ્રથમ માલદિવ સમુદ્રમાં ડુબી જશે.જેથી માલદિવ સરકાર દ્વારા ગાંધીગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.દુનિયાને ગ્લોબલ વોર્મિગ સામે આગાહ કરવામાં આવી હતી.માલદિવના રાષ્ટ્રપતિ મોહમ્મદ નાશિરે તેના ૧૪ કેબીનેટના મંત્રી સાથે સમુદ્રમાં કેબીનેટની મિટિંગનું આયોજન કર્યુ હતુ.સમુદ્રમાં જ તેઓ એક બીજા સાથે ઈશારાથી વાતચિત કરતા હતા અને રાષ્ટ્રપતિ દ્વારા એક ડોક્યુમેંટમા હસ્તાક્ષર પણ કરેલુ.મને ખબર છે કે ઘણા લોકો આ ઘટનાને હાસ્ય માને છે.પણ ખરેખર આ ગંભિર મુદ્દો છે.{{It’s not a jock}}
દુનિયાને ગાંધીગીરીથી સાવચેત કરવાની કોશિશ હતી.
સંજોગની વાતતો એ છે કે આ આયોજન દિવાળીના દિવસોમાં જ કરવામાં આવ્યુ હતુ.
તેનો વિડીયો અહી જોઈ શકો છો.

Maldives Underwater Cabinet Meeting

Maldives Underwater Cabinet Meeting 3

Saving the sea: Maldives cabinet meets underwater!

પશુપક્ષીઓ પ્રતિ દયા રાખવી

January 26th, 2010 by રાજની ટાંક

પશુપક્ષીઓ પ્રત્યે દયા રાખવી એ જ મોટામાં મોટો ધર્મ છે

-શ્રી ક્રિષ્ણ ભગવાન

_______________________________________

બધા જ જીવોને મિત્રતાની દ્વષ્ટીએ જુવો.

-યજુર્વેદ

_______________________________________

પ્રત્યેક પ્રાણી સુખ જ ઈચ્છે છે,

તેથી બધાને મમતા પ્રદાન કરો.

-ગૌતમ બુદ્ધ

_______________________________________

સમસ્ત બ્રહ્માંડના દરેક જીવો પ્રત્યે મિત્ર ભાવ રાખવો,

એ જ ઊંચો ધર્મ છે.અર્થાત પ્રત્યેક જીવને

પોતાના સમાન જ સમજો.

-ગુરુ નાનક

________________________________________

ભગવાને બનાવેલા જીવોના પ્રત્યે

દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.

-મોહમ્મદ સાહેબ

________________________________________

સુખમાં કે કષ્ટમાં,આનંદમાં કે મોક્ષમાં,

દરેક પ્રાણી પ્રત્યે એ જ ભાવ રાખો ,

જે તમે પોતાના પ્રત્યે રાખો છો.

-ભગવાન મહાવીર

_________________________________________

ભગવાન બધા જીવો પ્રત્યે દયાળુ છે,અને

તેમની પ્રેમવર્ષા તેમના દરેકે દરેક પ્રાણી પ્રત્યે હોય છે

-પ્રભુ ઈસુ

ઉત્તરાયણમાં ઘાયલ થયેલા એક કબુતરી આત્મકથા

January 26th, 2010 by રાજની ટાંક

મંદિરીયાના શિખર પરના એક બખોલમાં,

શિયાળાની શિતળ પરોઢે મારો જન્મ થયો,

જન્મની સાથે જ મને આ દુનિયા જોવાની ઈચ્છા હતી,

બે દિવસ પછી આંખો ખુલી અને જોઈ આ દુનિયા,

જોયુ કે ,ભગવાને તો મને તેમના શિખર પર આશરો આપ્યો હતો,

બખોલ્યામાં બેઠુ બેઠુ ઉત્સાહમાં જ વિચારતુ હતુ કે,

ક્યાંરે પાંખો આવે ? અને વાંદળોની હારમાળાને ચુંબન કરી લવ,

દિવસો વિતવાને ક્યાં વાર હતી ?

પાંખો આવી અને ઉડવાની પ્રથમ કોશિશ કરી,

જેમ તેમ ઉડ્યન કર્યા બાદ,ફરી બખોલમાં આવીને બેસી જાવ,

ધીમે ધીમે ઉડતા પણ આવડી ગયુ,

મંદિરના આગણે દરોજ સવારે શ્રદ્ધાળુઓ આવે, અને

બાજરા-જુવારના દાણા પિરસતા જાય,

અમે બધા જ તેમના મહેમાન બનીને ,

તેમના યજમાનપણનું સ્વાગત કરીયે,

બપોરે ક્યારેક બખોલમાં આરામ કરીયે,

તો ક્યાંરેક કોઈકની મેળીએ ઘુટર-ઘુ કરીયે,

ધરતી થી આકશની વચ્ચે જ મારો દિવસ પસાર થતો,

સાંજ થતાં જ હું મારી બખોલમાં પાછુ ફરતુ,

અને રાત્રીના સન્‍નાટામાં શાંતિની નિદ્રા માણતુ,

આ જ મારો નિત્યક્રમ બની ગયો હતો,

કાળચક્રએ મારા જીવનમાં એવુ ચક્ર ફરાવ્યુ કે,

મારુ જીવન ધરતી પુરતુ મર્યાદિત રહી ગયુ,

મારા ખુલ્લા આકાશને કાગળના ઘનુષ્ય અને દોરીના તીરેથી સજાવ્યુ,

જ્યાં જાવ ત્યાં કાળા માથાળો મનુષ્ય નજરે પડે,

એક જગ્યાથી બીજી જગ્યા ,ફાફા મારતુ મારતુ ,અંતે ધરતી પર પડ્યુ,

પંતગરૂપી ધનુષ્ય અને તિક્ષ્ણ ધાર વાળી દોરીરૂપી તીરે ,

મારી કોમળ પાંખોને વિંધી નાખી,

કાળા માથાળા મનુષ્યે મારા જીવને શ્રાપ બનાવી નાખ્યુ,

જે મનુષ્ય મારા માટે ચણ નાખવા આવતો,તે જ કાળ બની ગયો,

એક પક્ષી પ્રેમીએ મારી સારવાર કરી ,અને

જીવના આથમતા સુર્યમાં રોશનીનુ એક કિરણ નાખ્યુ,

વિશાળ આકાશ મારા માટે એક ખ્વાબ સમુ બની રહ્યુ ,

એક પ્રાથના કરુ છુ મનુષ્ય તને,

હે મનુષ્ય !મારી કથા જોયા બાદ, મને વચન આપ કે,

આજ પછી તુ કોઈ પણ પક્ષીનો કાળ નહી  બને,

___________________________

- સુરત નેચર કલ્બના એક સભ્ય દ્વારા લખાયેલી આત્મકથા છે.તેમણે કાગળ પર ઉતારી અને મને બતાવી હતી.મને ખુબ ગમી અને મે બ્લોગ પર ઉતારી નાખી.
તેમણે ઉત્તરાયણ દરમિયાન ઘાયલ કબુતરની આંખોમાં જોઈને આ આત્મકથા લખી હતી.તમે કદાચ નહી માનો પણ આત્મકથા લખતા તેમની આંખોમાં આંશુ આવી ગયા હતા.
તેમણે નામનો ઉલ્લેખ કરવાની ના પાડી છે.

હુ , મારો કેમેરો અને સાવજ

January 25th, 2010 by રાજની ટાંક

હતો સમય એટલે નિકળી પડ્યા,હુ અને મારો કેમેરો
પહોચી ગયા, ગિરના જંગલોમા,હુ અને મારો કેમેરો

મુલાકાત થઈ ગઈ સાવજ સાથે ,મારી અને મારા કેમેરાની
સાવજ સાથે અંતરાત્માથી વાતો કરી, મે અને મારા કેમેરાએ

હાથ હલાવી ,પુછ્યુ મે અને તસ્વીર લઈને પુછ્યુ મારા કેમેરાએ
કેમ છે વનરાજાને ?ભયપ્રદ થઈગયો મારાથી અને મારા કેમેરાથી

કોણ છે તુ ? જાણે પુછ્યુ એણે ! મને અને મારા કેમેરાને
હુ તારો મિત્ર ! આંખોથી જવાબ આપ્યો, મે અને ઝુમ કરીને કેમેરાએ

બસ પછી પલાયન થઈ ગયો સાવજ, જોઈને,મને અને મારા કેમેરાને
કદાચ ઓળખી ગયો,કાળા માથાળા માનવી, મને અને મારા કેમેરાને

-રાજની ટાંક [૦૬-સપ્ટેમબર-૨૦૦૯]
[બચાવો કુદરતી સંપતિ]

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

January 25th, 2010 by રાજની ટાંક

ક્યાક થાઈ છે અતિવૃષ્ટી ,તો ક્યાંક અનાવૃષ્ટી,
અરે મનવા ! તુ ક્યા લઈ જાઈ છે આ સૃષ્ટી ?

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી ધરાને ધ્રૂજાવતો ધરતીનો આક્રોશ ,
તો ક્યાંક,તે પણ જોયો હશે ને ? સમુદ્રનો આક્રોશ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ક્યાંક વળી જંગલોમા ભભુકતો અગ્નિ નો તાંડવ,
તો ક્યાંક ! જ્વાળામુખી ના લાવારસનો તાંડવ,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જાગી રહી છે;

ચાલો ભાઈ તૈયાર થઈ ગયો વિનાશનો સામન,
અણુપરમાણુ લઈને આવ્યો મનુષ્ય સામસામે,

જાગ મનવા ! નહીતર હવે કુદરત જગી રહી છે;

-રાજની ટાંક[૧૮-૦૯-૨૦૦૯]

[બચાવો કુદરતી સંપતિ]

વિણેલા મોતી

January 23rd, 2010 by રાજની ટાંક

*મારા જેવા અલ્પાત્માને માપવા સારુ,સત્યનો ગજ કદી ટુકો ન બનો

-મહાત્મા ગાંધી


*જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.

-નરસિંહ મહેતા


*બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે

-ટીપુ સુલતાન


*હું માનવી માનવ થાઉં તો ઘણુ

-સુન્દરમ્‌


*કઠોર પરીશ્રમનો કોઈ વિકલ્પ નથી

-ઈન્દિરા ગાંધી


*એક મૂરખને એવી ટેવ,પથ્થર એટલા પૂજે દેવ

-અખો


*અસત્યો માહેથી ,પ્રભુ પરમ સત્યે તુ લઈ જા

-નાનાલાલ


*મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે

-મહાત્મા ગાંધી


*સૌન્દર્યો પામતા પહેલા સૌન્દર્ય બનવુ પડે

-કલાપી


*કંઈ લાખો નિરાશા અમરમાં આશા છુપાઈ છે

-બાળાશંકર


*દરેક બાળક એવો સંદેશ લઈને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા

-રવિન્દ્રનાથ ટાગોર


*હું મારા અંતરાત્માને ખુશ રાખવા ઈચ્છુ છુ કે જે ભગવાન છે

-મહાત્મા ગાંધી


*જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે.

-જવાહરલાલ નેહરુ


*મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી,પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે

-ડૉ.રાધાકૃષ્ણન્‌


*માણસના વિકાસ માટે જીવન જેટલુ જ જરુરી મૃત્યુ છે

-મહાત્મા ગાંધી


*જ્યાં ડર નથી,ત્યાં ધર્મ નથી

-મહાત્મા ગાંધી


*દર્શન,ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે

-આચાર્ય રજનીશ


*જ્યારે તમે અનુભવો છો કે તમે કંઈ જાણતા નથી, ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો

-મધર ટૅરેશા


*જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાનતા ભિન્‍નતા તરફ લઈ જાય છે

-રામકૃષ્ણ


*ક્ષમા એ સિપાહીનું ઘરેણુ છે

-મહાત્મા ગાંધી


*ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ.

-મહાત્મા ગાંધી